વરતારો vartaro

A blog from Pravin Jethva

શું ૨૦૧૪ ની લોકસભાની ચુંટણીઓ બહુમતી માટે છેલ્લી આશા છે?

હા શક્ય છે કે તેમ બને પણ જો આપણે સમજી વિચારીને અને ખરેખર આપણા હિતમાં શું છે તેનો વિચાર કરીને મતદાન કરીશું તો. વાંધો નહી આવે. નહીતો પરિણામો અતિ ગંભીર આવી શકે છે કે જેની આપણે કલ્પના પણ નહી કરી હોય. હિંદુઓમાં અનેક વાદ છે, અનેક ફાટાઓ છે ,અનેક દેવીદેવતાઓ છે .અનેક સમ્પ્રદાયો છે અને અનેક ગુરુઓ છે. આ બધું છે પણ આ બધાને એકજ છત્ર નીચે ભેગા થવું જરૂરી છે. જો તેમ નહી થાય તો સંભવત આગામી લોકસભા ની ચુટણીઓ પછી બહુમતી સમાજની દશા બેઠી જવાની છે. અને બહુમતી સમાજે પોતે એક થઈ શક્યા નહી તેની ભારે કીમત ચૂકવવી પડશે તે નક્કી છે. અને અત્યારે જેઓ દસ વર્ષની ઉમરના છે તેઓ આવતી કાલે પુખ્ત બનશે ત્યારે આપની ઉપર જરૂર ફિટકાર વરસાવશે અને કેહશે કે આટલી આટલી બહુમતી હોવા છતાં તમે અમારે માટે કઈ કર્યું નથી અને તેના પરિણામો આજે અમારે ભોગવવાના છે.

તો પછી આપણે શું કરવું જરૂરી છે કે જેથી બહુમતી સમાજ સલામત રહી શકે ? આ માટે આગામી ચટણીમાં તમામ બહુમતી મતદારો મતદાન કરે અને જે પક્ષ તેમને એક બહુમતી સમાજ તરીખે સલામ કરે તેની તરફેણમાં મતદાન કરે. એવા પક્ષને ચુટે કે જે એવા કાયદાઓ બનાવે કે જે સમાજની જરૂરિયાત મુજબના હોય. દેશમાં ધર્મના નામે કોઈને ખાસ કાયદાનું રક્ષણ ન હોય તમામ કાયદાઓ કોઈ પણ ભેદભાવ વગર સહુ કોઈને સમાન લાગુ પાડવામાં આવે. હિન્દુઓએ પણ હવે પોતાનાજ સમાજના ઉચનીચના ભેદભાવ કે જે હજી છે તેને સમ્પૂર્ણ દુર કરી. સૌને સાથે રાખી બહુમતી સમાજના રક્ષણને માટે કામ કરવાની જ્રુરુર છે. હિંદુ સમાજના જ અમુક ભાગે ભૂતકાળમાં જે સહન કરેલું છે તે થકી જો ચોક્કસ કાયદા નીચે થોડા વધારે લાભો મેળવે તો તેનો હક સમજીને તેમની તરફ ભેદભાવ વ્યાજબી નથી. પણ તેમને કાયમ પોતીકા ગણવાની જરૂર છે કારણકે આ વર્ગના મતદારો જ ધારે તેને જીતાડી શકે તેમ છે. નાના મોટા વેપારીઓ ઉદ્યોગપતિઓ કે તેમના લાખોના પગાર મેળવતા કર્મચારીઓ મોટે ભાગે મતદાન કરતા નથી અને તેના કારણેજ બહુમતી સમાજની તરફેણ વળી પાર્ટી સત્તા પર આવતા થોડાકને માટે રહી જાય છે અને પછી લઘુમતીની ખુશામત કરતી પાર્ટી અન્ય નાના પક્ષોના ટેકાથી સત્તામાં આવીને બહુમતી સમાજને ગણકારતી નથી અને બહુમતી સમાજના કરવેરા, આવડત, બુધીમત્તાના સહારે બહુમતી સમાજ ને જ કચડવાનું કામ આસાનીથી કરતી રહે છે. માટેજ ૨૦૧૪ ની સામાન્ય ચુંટણીઓ બહુમતી સમાજને માટે નિર્ણાયક બની રહેવાની છે.

Leave a comment

Information

This entry was posted on 01/04/2014 by .

સંશોધક